આઇઆરક્લાસ દ્વારા ભારતનાં અલંગમાં કાર્યાલયનો આરંભ; વહાણોનાં ટકાઉ રિસાઇકલિંગને પ્રોત્સાહિત કરવાના પ્રયાસો તેજ કર્યા

7 ઓક્ટોબર, 2016

ઇન્ડિયન રજિસ્ટર ઑફ શિપિંગ (આઇઆરક્લાસ), એક અગ્રણી આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ સોસાયટીએ, આજે ભારતનાં અલંગમાં પોતાનાં કાર્યાલયનો આરંભ કર્યો છે.

કંપનીએ અલંગમાં વહાણનાં રિસાઇકલિંગ માટેની જે પહેલ કરી છે, તેમાં આ નવું કાર્યાલય મદદરૂપ બની રહેશે. કંપનીએ તાજેતરમાં જ ઇયૂ (યૂરોપિયન યૂનિયન) ધોરણો અનુસાર ‘ઇન્ડિપેન્ડન્ટ વેરિફાયર’ (સ્વતંત્ર ચકાસણીકર્તા) તરીકે, શિપ રિસાઇકલિંગ યાર્ડોને પ્રમાણિત કરવા માટેની પહેલ કરી છે.

આઇઆરક્લાસ સિસ્ટમ્સ ઍન્ડ સોલ્યૂશન્સ પ્રા. લિ. (આઇએસએસપીએલ), ઇન્ડિયન રજિસ્ટર ઑફ શિપિંગ દ્વારા પ્રમોટ કરાઇ છે અને ત્યારથી જ તેણે  અલંગમાં વહાણનાં રિસાઇકલિંગ માટેના ચાર અગ્રણી યાર્ડોને, ‘ઇન્ડિપેન્ડન્ટ વેરિફાયર’ને રૂપે, યૂરોપિયન યૂનિયન શિપ રિસાઇકલિંગ રેગ્યૂલેશન (ઇયૂએસઆરઆર) 1257/ 2013 નાં ધોરણો અનુસાર પ્રમાણિત કર્યા છે. વહાણ રિસાઇકલિંગ સવલત ઉપલબ્ધ કરાવનારી 25 જેટલી કંપનીઓ અત્યાર સુધીમાં આઇઆરક્લાસનો વિવિધ સેવાઓ માટે સંપર્ક કરી ચૂકી છે. આ સેવાઓમાં, હોંગકોંગ કન્વેન્શન (એચકેસી) અનુરૂપતા (કમ્પ્લાયન્સ) ઑડિટ, ઇયૂ અનુરૂપતા ઑડિટ અને આઇએસઓ પ્રમાણપત્રોનો સમાવેશ થાય છે.

આ કાર્યાલયની શરૂઆત વિશે બોલતાં, આઇએસએસપીએલના ચેરમેન અરૂણ શર્માએ કહ્યું, “અલંગમાં આરંભ કરવાનો આ એક સુયોગ્ય અવસર છે. આ પગલું, ભારતને આંતરરાષ્ટ્રીય કક્ષાનાં મેરીટાઇમ કેન્દ્ર તરીકે રૂપાંતરિત કરવા માટે, યોગ્ય દિશામાં ભરાયેલું પગલું છે. અમારું સંસ્થાન, વિશ્વમાં, વહાણ રિસાઇકલિંગ યાર્ડોને પ્રમાણિત કરનારાં કેટલાંક પ્રારંભિક સંસ્થાનોમાંનું એક છે અને તે નાતે અમે માનીએ છીએ કે, અમે વહાણ રિસાઇકલિંગનાં કાર્યને ટકાઉ બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનાં પરિવર્તનની અગ્ર હરોળમાં છીએ.

આઇઆરક્લાસમાં અમે દ્રઢપણે માનીએ છીએ કે સમુદ્રમાં અને સમુદ્રની બહાર, જીવન તેમ જ સંપત્તિની જાળવણી કરવી અને આ માટે અગ્રણી ભૂમિકા અદા કરવાની અમને ખુશી છે.”

આઇઆરક્લાસને આશા  કે તે, તાલીમ કાર્યક્રમો અને તેમાંય વિશેષપણે વહાણનું રિસાઇકલિંગ કરતી વખતે સલામતીની કઇ બાબતો ધ્યાનમાં લેવી તે અંગેના તાલીમ કાર્યક્રમો આયોજિત કરીને, વહાણનું રિસાઇકલિંગ કાર્ય ટકાઉ કેવી રીતે બની શકે તે વિશેની અધિકતમ જાગૃતિ હાંસલ કરશે.

આઇએમએનાં હોંગકોંગ ઇન્ટરનેશનલ કન્વેન્શન ફોર સેફ ઍન્ડ એન્વાયર્નમેન્ટલી સાઉન્ડ રિસાઇકલિંગ ઑફ શિપ્સ (હોંગકોંગ કન્વેન્શન- વહાણોનાં સલામત અને પર્યાવરણની દ્દષ્ટિએ સ્વસ્થતાભર્યાં રિસાઇકલિંગ અંગેનું આંતરરાષ્ટ્રીય હોંગકોંગ અધિવેશન) અનુસાર, ટકાઉ વહાણ રિસાઇકલિંગનો ઉદ્દેશ, જ્યારે વહાણોનું રિસાઇકિંલગ કરવામાં આવે (અથવા તો ભાંગવા માટે મોકલવામાં આવે) ત્યારે, માનવ સ્વાસ્થ્ય, સુરક્ષા તેમ જ પર્યાવરણ માટે કોઇ બિનજરૂરી સંકટ ઊભું ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે.